સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

જૂનાગઢ જિલ્લાના શાપુર પ્રા. આ. કેન્દ્રના બે મેડીકલ ઓફિસર કોરોના સંક્રમિત થયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ::: જૂનાગઢ જિલ્લાના  શાપુર પ્રા. આ. કેન્દ્રના બે મેડીકલ ઓફિસર કોરોના સંક્રમિત થયા છે.

મેડિકલ ઓફિસર ચિરાગ મેંદપરા  તેમજ આયુષ ઓફિસર સતિષ પરમાર કોરોના પોઝિટિવ થતા હોમકોરોનટાઇન થયા છે

આ પહેલા વંથલી તાલુકા હેલ્થ ઓફિસર  કોરોના સંક્રમિત થયા હતા.

શાપુર પ્રા. આ. કેન્દ્રના તમામ કર્મચારીઓના કોરોના નેગેટિવ આવતા હાશકારો થયો છે.

(4:57 pm IST)