સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ગોંડલ-રાજકોટ હાઈ-વે ઉપર ૨ બોલેરો વચ્ચે અકસ્માતઃ એકને ઈજાઃ તલની રેલમછેલ

ગોંડલઃ ગોંડલ-રાજકોટ હાઈ-વે ઉપર નવા માર્કેટીંગ યાર્ડ પાસે આજે બપોરે ૨ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યકિતને ઈજા થઈ હતી અને એક બોલેરોમાંથી તલની રેલમછેલ હાઈ-વે ઉપર થઈ ગઈ હતી. અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:17 pm IST)