સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એ કોરોના ની રસી લીધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એ કોરોના ની રસી લીધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ આવ્યા છે

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના માતુશ્રી  અને તેમના પૌત્ર એક જ ઘરમાં ત્રણ સભ્યો પોઝિટિવ આવતા વસોયા પરિવાર ના ફફડાટ છવાઇ ગયો હતો

      ઉપરોક્ત બાબતે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ ધારાસભ્ય અને તેમના માતુશ્રી અને પૌત્ર કોરોના પોઝિટિવ આવ્યા છે તે બાબત નું સમર્થન આપ્યું હતું

        ધોરાજીમાં કૂદકે અને ભૂસકે વધી રહેલો કોરોના નો કાળો કેર ધોરાજીમાં ફફડાટ મચાવી રહ્યો છે

      બિન સત્તાવાર આંકડા મુજબ ધોરાજીમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે પરંતુ તંત્ર સત્ય અને સાચી માહિતી આપવામાં નિષ્ફળ નિવડયું છે

    ધોરાજીમાં બે ખાનગી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દી થી ફૂલ થઇ ગઇ છે તેમજ સરકારી હોસ્પિટલમાં 50 બેડ ફુલ થઇ ગયા છે.

(3:52 pm IST)