સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

વેરાવળ રેયોન મીલમાંથી ગેસ છોડાતા રહેવાસીઓ ઘરની બહારઃ રાત્રે જીલ્લા કલેકટરના બંગલે રજુઆત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: રેયોન કંપનીમાંથી રાત્રે અચાનક ગેસ છોડાતા રહેવાસીઓનેગભરામણ થવા લાગતા ઘરની બહાર નિકળી ગયેલ હતા ભારે હોહા  સર્જાયેલ હતી તેથી મોટી સંખ્યામાં પરીવારો કલેકટરના બંગલે રજુઆત કરવા પહોચી ગયેલ હતા ત્યારબાદ ગેસનો પ્લાન્ટ બંધ થયેલ હતો.

વેરાવળ રાજેન્દ્ર ભુવન રોડ પાસે આવેલ સજય નગર મફતીયાપરા તેમજ ખારવા સોસાયટી આવેલ છે ત્યાં રાત્રે ૯ વાગ્યાના અરસામાં રેયોન મીલમાં ગેસ છોડાતા રહેવાસીઓને ગભરામણ થવા લાગેલ હતી જેથી ઘરની બહાર નિકળી ગયેલ હતા અને ભારે દેકારો થયેલ હતો તે રોડ ઉપર આવેલ કલેકટરના બંગલે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો સાથે રજુઆત કરવા દોડી ગયેલ હતા તેમજ અમુક નાગરીકોએ નગરપાલિકાના પ્રમુખને પણ જાણ કરેલ પણ અડધી કલાક સુધી કોઈ જવાબ ન મળતા સ્થળ ઉપર ભારે દેકારો બોલી ગયેલ હતો ત્યારબાદ અધિકારીઓને જાણ થતા પ્લાન્ટ બંધ કરાવેલ હતો તે દરમ્યાન કલેકટર ના બંગલે પોલીસ પહોચી ગયેલ હતી અને ટોળાને વિખેરેલ હતું. સ્થાનીક રહેવાસી દેવેન્દ્ર મોતીવારસ, જેન્તીભાઈ આજણી એ જણાવેલ હતું કે વારંવાર ગેસ છોડાય છે બોઈલર માંથી અવાજો આવે છે કાળી તેમજ સફેદ ભુકી ઉડતી હોય છે ઘરમાં બેસી શકાતું નથી. વારંવાર રજુઆતો કરેલ તેમ છતા કોઈ પગલા લેવાતા નથી ગમે ત્યારેમોટો અકસ્માત સર્જાય તે પહેલા રેયોન સામે પગલા લેવા જોઈએતેવીમાંગ કરેલ છે તેમજ સ્થાનીક રહેવાસીઓ દ્રારા જીલ્લા કલેકટર,પ્રાંત અધિકારી,નગરપાલિકાને આવેદન પત્ર અપાયેલ છે.

(1:00 pm IST)