સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

વેરાવળ હીન્દુ યુવા સંગઠનનો આમરણાંત ઉપવાસનો પાંચમો દિવસ

ઉપવાસ ઉપર બેઠેલાની તબીયત બગડી અનેક સમાજો, જ્ઞાતિ સંસ્થાઓનો ટેકો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: રીંગરોડ ઉપર હનુમાન મંદિર પાસે પાંચ દિવસ ગૌ હત્યા, તસ્કરીના આરોપીઓ સામે ગુજસીટોક ધારા લાગુ પડે તે માટે આમરણ ઉપવાસ કરી રહયા છે તેની તબીયત બગડી હતી પણ હજુ  સુધી સતાપક્ષ ના કોઈ આગેવાનો કે સ્થાનીક અધિકારીઓ આ મુદે  મૌન સેવી રહેલ હોય જેથી શહેરભર માં ભારે રોષ ફેલાયેલ છે.

વેરાવળ હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ દ્રારા ગૌ હત્યા, તસ્કરીના આરોપીઓ સામે ગુજસીટોક લગાડવા પાંચ દિવસથી આમરણ ઉપવાસ ચાલી રહેલ છે પણ સતાપક્ષના કોઈપણ આગેવાનો કે અધિકારીઓ આ મુદે મૌન સેવી રહેલ હોય જયારે આહીર એકતા  મંચ,માંધાતા ગુ્રપ,ફોટા ગ્રાફર,વીડીયો ગ્રાફર,ગૌ શાળા મંડળ,જીવન જયોત સેવા ટ્રસ્ટ તેમજ જગમાલ વાળા સહીત શહેર ના અનેક સંસ્થાઓ ટેકો આપી રહેલ છે ગૌ માતા મુદે સતાપક્ષ ના કોઈપણઆગેવાનોદેખાતા ન હોવાથી યુવાનોમાં ભારે રોષ વ્યાપી રહેલ છે ફકત ગૌ માતાના નામે મતો લેવા આવે છે પણ ગૌ માતા ને બચાવવામાં કોઈને રસ નથી તેમ જણાવેલ હતું.

(12:58 pm IST)