સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

માણાવદરમાં દારૂ લઇને જતા કારમાં ઝડપાયો

જુનાગઢ : નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીંદર પ્રતાપસિંગ પવાર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી આદેશથી તથા નાયબ પો. અધિ. જે.બી. ગઢવી સર્કલ પો. ઇન્સ. ડી.જે. ઝાલાના માર્ગદર્શન હેઠળ માણાવદર પો. સ્ટે. ના પો. સબ. ઇન્સ. પી.વી. ધોકડીયાની સુચનાથી પો. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માણાવદર બાવાવાડી વિસ્તારમાં રહેતો લખમણ ઉર્ફે લખો અરજણભાઇ ઇચ્છુડા આહિર હોન્ડા સીવીક કંપનીની જી.જે. ૧૦-એ.સી. ૪ર૪૭માં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી માણાવદર બહાર લઇ જવાની પેરવીમાં હોય જેથી રેઇડ કરતા પ૦૦ એમ.એલ. ની ટીન નંગ-૪૦ કિ. રૂ ૪૦૦૦/- કુલ બોટલ નંગ-૧૦૪ કિ. રૂ ર૯૬૦૦/- તથા એક ફોર વ્હીલ કાર જુની કિ. રૂ ર૦૦૦૦૦/- એમ મળી કુલ કિ. રૂ ર,ર૯,૬૦૦ નો પકડી પાડેલ છે.  આ કામગીરી (૧)એ.એસ.આઇ. ડી.એચ. કોડીયાતર (ર) પો. કોન્સ. વિપુલભાઇ રમેશભાઇ ગોહીલ (૩) પો. કોન્સ. વિક્રમભાઇ મનસુખભાઇ પરમાર (૪) પો. કોન્સ. રવિન્દ્રભાઇ હમીરભાઇ વાંક તથા (પ) પો. કોન્સ. ચેતનભાઇ દેવશીભાઇ મકવાણાએ કરી હતી.

(11:43 am IST)