જસદણ પંથકમાં કોરોનાનો રેકોર્ડઃ એક જ દિવસમાં ૧૧૭ કેસથી ભય
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.,૮: જસદણ પંથકમાં આજે પણ કોરોનાએ ઝંઝાવાતી બેટીંગ કરી સેન્ચુરી ફટકારી જસદણ તાલુકામાં રેકોર્ડ કરી નાંખતા લોકોમાં ભારે ભય ફેલાઇ જવા પામ્યો છે જો કે જીલ્લાનાં આરોગ્ય તંત્ર દ્વારા આંકડાઓને સેન્સર કરી ખોટી માહીતી આપવામાં આવે છે. જેમાં ગઇકાલે જીલ્લાના ૯પ કેસ બતાવ્યા છે જયારે એકલા જસદણમાં જ ૧૧૭ કેસો છે.
જસદણ શહેર અને તાલુકામાં રોજે રોજ કોરોનાના કેસો સામે આવી રહયા છે. જેમાં ગઇકાલે સવારથી જ જસદણના સરકારી દવાખાને લાંબી લાઇનો લાગી ગઇ હતી. જેમાં બપોરે બાર વાગ્યા સુધીમાં જ પર કેસો સામે આવી ગયા હતા.
બપોર બાદ ફરી ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાતા વધુ કેસો સામે આવવા લાગ્યા હતા. દિવસ દરમિયાન (ર૪ કલાક)માં જસદણ તાલુકામાંથી ૧૧૭ કેસો સામે આવ્યા હતાં.
આમ ગઇકાલે જસદણમાં કોરોનાએ તોફાની બેટીંગ કરી અત્યાર સુધીમાં જસદણ પંથકમાં આવેલા કેસોમાં ગઇકાલના આંકડાએ અત્યાર સુધીનો સૌથી વધુ કેસનો રેકોર્ડ થયો છે.