સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ભાયાવદરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિમાં: માસ્ક સહિતના નિયમ ભંગ સામે આકરી કાર્યવાહી

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર તા. ૮ :.. ભાયાવદરમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહયું છે. ત્યારે પોલીસે સરકારની ગાઇડ લાઇન મુજબ માસ્ક વિહોણા લોકોને દંડ ફટકારવાના બદલે માસ્ક અને કોરોના વિશે જાણ કરી કોરોના સામે જનજાગૃતિ માટે અપીલ કરી હતી હવે આવતી કાલથી દંડનીય કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરવામાં આવી હતી.

ભાયાવદરમાં તાપમાન પણ ૪૦ ડીગ્રીને આંબી ગયું છે છતાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. એકમાત્ર માસ્કની અણગણના માનવીને મોત તરફ લઇ જાય છે. સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવા શહેરીજનોને નગરપાલીકા દ્વારા માઇક ફેરવીને જોરશોરથી જાહેરાત કરવામાં આવી રહી છે.

ભાયાવદરના પીએસઆઇ ગોજીયા તથા જમાદાર પંકજસિંહ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કર્યુ હતંુ માસ્ક વિહોણા લોકોને માસ્ક આપી સુચના આપી હતી. સરકારના ગૃહ વિભાગ દ્વારા સોશિયલ ડીસ્ટન્સ જાણવતા કે માસ્ક ન પહેરતા લોકો સામે પગલા ભરવા આદેશ કરાયો છે તેની જાણ જનતાને માઇક ફેરવીને કરવામાં આવી છે આગામી દિવસોમાં ગાઇડ લાઇનનો ભંગ કરનાર સામે આકરા દંડનીય પગલા લેવાશે. વાહન ડિટેઇન કરવા સહિતની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. પોલીસે શાનમાં સમજાવ્યા હતાં.

(11:42 am IST)