સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

વાંકાનેરમાં લોહાણા સમાજ માટે રસી કેમ્પ થયો પપ લોકોએ લાભ લીધો

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૮ : લોહાણા સમાજના ૪૫ વર્ષકે તેનાથી મોટી ઉમરના લોકો માટે દિવાનપરામાં આવેલ શ્રી લોહાણા મહાજન વાડીમાં જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ રાહતરૂપ એવી કોવીડ-૧૯ની રસી આપવા માટેનો કેમ્પ યોજાયો હતો જેમાં પપ લોકોએ લાભ લીધો હતો.

આ રસી મુકાવવા રસી કેન્દ્રો ઉપર લોકોની ભારે ભીડ પણ થતી હોય છે ત્યારે જ્ઞાતિઓ દ્વારા તંત્રની વાડી કે સંસ્થાઓ દ્વારા મોટી જગ્યામાં પણ વેકસીન આપવા માટેના આરોગ્યતંત્રના પ્રયાસો સફળ રહ્યા છે અને જૂદી જૂદી જ્ઞાતિના અગ્રણીઓ તેમના સમાજના લોકોને આ રસી સમયસર અને સરળતાથી મળે તેવા આ કાર્ય સફળ રહ્યા છે વાંકાનેર લોહાણા મહાજનવાડી ખાતે સવારથી જ જીતુભાઇ સોમાણી, મહાજન ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, યુવક મંડળના પ્રમુખ ધર્મેશ ભીંડોરા, રઘુવંશી સોશ્યલગૃપના અમિત સેજપાલ, રાજ સોમાણી સહિતના અગ્રણીઓ અને આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી બપોર સુધીમાં પપ લોકોએ રસી અપાઇ હતી.

(11:40 am IST)