સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ઉપલેટાના ખેડૂતને લેન્ડ ગ્રેબીંગનો કાયદો આશીર્વાદરૂપ ઠર્યો

અરજી થતા આરોપીઓ જમીન ખાલી કરી રફુ ચક્કર થયેલ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૮ : ઉપલેટાના એડવોકેટ જે.ડી. ચંદ્રવાડીયાએ  જણાવેલ છે કે દીનેશભાઈ ડાયાભાઈ માકડીયાએ તેની સંયુકત માલીકીની સીમ જમીન તેની જ જ્ઞાતીના અશ્વીન નાનજી ધોડાસરાને વર્ષે–૨૦૧૮-૧૯ માટે ત્રીજા ભાગે વાવવા માટે આપેલ હોય જે સીમ જમીન ખાલી કરવાનું કહેતા આરોપીએ સીમ જમીન ખાલી કરાવા માટે રૂ ૬,૦૦,૦૦૦/- ની માંગણી કરતા તથા ત્યાર બાદ રબારી શખ્સોને સાથે રાખી તબેલો કરી સદરહુ સીમ જમીન પર માલીકને પ્રવેશવા પર પ્રતીબંધ કરી દીધેલ હોય ત્યાર બાદ  ફોજદારી કેસ દાખલ કરેલ હોય જે ફોજદારી ફરીયાદમાં પોલીસને આરોપીએ ગેરમાર્ગે દોરી ફરીયાદ દાખલ થવા દીધેલ ના હોય.

ત્યાર બાદ ફરીયાદી દીનેશભાઈએ તેના એડવોકેટ જે.ડી. ચંદ્રવાડીયાની સલાહ મુજબ આરોપીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ કાર્યવાહી કરેલ હોય જેના અનુસંધાને ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા પોલીસે સ્થળ વેરીફીકેસન કરતા આરોપીઓ ગેરકાયદેસર કબ્જેદાર છે તેવો અભીપ્રાય થતા આરોપીઓ ફરીયાદીની સીમ જમીન રાતો રાત ખાલી કરી રફુ ચકર થયેલ છે.

દીનેશભાઈ માકડીયા એક સામાન્ય નીવૃત માણસ છે તથા તેને સંતાનોમાં માત્ર બે પુત્રીઓ રહેલ હોય તેનો ગેરલાભ લય આરોપીઓએ કબ્જો કરેલ હતો જે ગેરકાયદેસર કબ્જો ગુજરાત સરકારના નવા લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ તત્કાલ દીનેશભાઈને મળેલ હોય જેથી સરકારનો લેન્ડ ગ્રેબીંગ કાયદો ઉપલેટાના ખેડુત માટે આર્શીવાદ રૂપ સાબીત થયેલ છે.

(11:39 am IST)