સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

ઉનામાં માસ્ક પહેર્યા વિના જતા વાહન ચાલકો પાસે કુલ રપ હજારથી વધુ દંડ વસુલ

ઉના તા. ૮ :.. પોલીસ દ્વારા જીલ્લા કલેકટરના જાહેરનામાને કડકાઇથી અમલ કરાવીને માસ્ક પહેરયા વગરનાં બહાર નીકળેલા વાહન ચાલકો પાસેથી રૂ રપ હજાર થી વધુ દંડ વસુલ કર્યો હતો.

ગુજરાત રાજય અને ભારતભરમાં કોરોના કોવીડ-૧૯ વાયરસ ઝડપથી ફેલાતો શરૂ થતાં સંક્રમણ રોકવા જીલ્લા કલેકટર ગીર સોમનાથએ જાહેરનામુ બહાર પાડતાં ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટ વિજયસિંહ ચૌધરીની સુચનાથી ટ્રાફીક પોલીસ ધર્મેન્દ્રસિંહ ત્થા સ્ટાફે આજે સવારથી શહેરમાં રોકડીયા હનુમાન મંદિર પાસે ટાવર ચોક, વેરાવળ રોડ ઉપર માસ્ક પહેરયા વગર નિકળેલ વાહન ચાલકોને રોકાવી માસ્ક વિનામુલ્યે વિતરણ કરી અને ઘણા વાહન ચાલકોને માસ્કન પહેરવાનો દંડ વસુલ કરેલ હતો. એક જ દિવસમાં રૂ રપ૦૦૦ થી વધુ રકમનો દંડ વસુલ કરેલ છે. તમામ રાહદારીઓ, વેપારીઓ વાહન ચાલકોને માસ્ક પહેરી નિકળવા અપીલ કરી છે.

(11:38 am IST)