સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

કૃષિ અને ગ્રામિણ વિકાસ સહકારી બેંક સાવરકુંડલાની ચુંટણીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડાવરાને હરાવી પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ સાવલીયા બિનહરીફ

સાવરકુંડલા,તા.૮ : સાવરકુંડલા તાલુકા કૃષિ અને ગ્રામીણ વિકાસ સહકારી બેંક (ખેતીબેંક)ની સામાન્યસભા  દિપકભાઇ માલાણીના અઘ્યક્ષસ્થાને મળેલ. જેમાં તાલુકા સમિતીના ડીરેકટરો તરીક  દિપકભાઇ માલાણી, રાઘવભાઇ સાવલીયા, બાબુભાઇ પાટીદાર, અને બાબુભાઇ માલાણીને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરેલ. ચાર ડીરેકટરો માટે કુલ ૮ ઉમેદવારી ફોર્મ ભરાયેલ. જિલ્લામાં સહકારી ક્ષેત્રે પક્ષાપક્ષીની ખેંચતાણ અટકાવવા અને ખેડુત  પ્રતિનિધી બિનહરીફ થાય તેવા ઉદેશથી જિલ્લા કક્ષાએથી સર્વસંમતી મુજબ ચાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેચી લીઘેલ.

જેમાં સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિના વર્તમાંન પ્રમુખ મનુભાઇ ડાવરા એ પણ પોતાનુ ઉમેદવારી પત્ર પરત ખેંચી પાછુ હટવુ પડેલ. તેના બદલે તાલુકા પંચાયતના પુર્વ  પ્રમુખ અને ખેડુત અગ્રણી રાઘવભાઇ સાવલીયા પીઠવડીવાળા બિનહરીફ થયા છે. જેનાં કારણે સ્થાનીક કોંગ્રેસમાં ઘણાં વમળો- તર્કવિતર્કો થઇ રહયા છે. રાઘવભાઇ સાવલીયા સામે વર્તમાંનતા કાંેગ્રેસ સમિતીના  પ્રમુખે પીછેહઠ કરવી પડી તેની પાછળ રાજકારણની આજકાલ અને રમતો ચાલી હોવાનું સંભળાય છે. જેના કારણે મનુભાઇ ડાવરા ભારે નારાજગી અને અકળામણ અનુભવે છે.

સામાન્યસભા એ બિનહરીફ ચુંટાયેલા જાહેર કર્યા બાદ ડીરેકટરો દિપકભાઇ માલાણી, રાઘવભાઇ સાવલીયા, બાબુભાઇ પાટીદાર, અને બાબુભાઇ માલાણીને ઉપસ્થિત એ.પી.એમ.સી.ના વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા, તાલુકા સંઘના ડીરેકટરઅને ખેડુત આગેવાન ભનુભાઇ રાદડીયા, યાર્ડના ડીરેકટર દેવાતભાઇ બલદાણીયા, ઘીરૂભાઇ વોરા, સંઘના ડીરેકટર મનસુખભાઇ દેસાઇ સહીત વિવિઘ મહાનુભાવોએ અભિનંદન પાઠવેલ છે.

(11:37 am IST)