સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

કર્ફયુના લીધે ૯ વાગતા જ જામનગરમાં સન્નાટો

જામનગર શહેરમાં વધી રહેલા કોરોના કહેર ને લઈને રાજય સરકાર દ્વારા અપાયેલા રાત્રી કર્ફ્યુ ને પગલે ૦૯:૦૦ વાગ્યા આસપાસ સમગ્ર શહેરમાં સન્નાટો છવાઇ ગયો હતો. આઠ વાગ્યા પહેલા જ લોકો પોતાના ધંધા-રોજગાર બંધ કરી ઘરે જતાં જોવા મળ્યા હતા રાત્રી કર્ફ્યુ ના પ્રથમ દિવસે જામનગરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી અને રસ્તામાં બિનજરૂરી પસાર થતા લોકોને પણ અટકાવી સમજાવી ઘરે મોકલવામાં આવ્યા હતા.(તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(11:36 am IST)