સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th April 2020

કચ્છમાં ૩.૧ની તિવ્રતાનો ભૂકંપ

ભૂજ, તા. ૮ :. કોરોના કહેર અને ગરમીના આગમન વચ્ચે કચ્છમાં લાંબા સમય પછી ધરા ધ્રુજી હતી.

ગત રાત્રીના ૧.૩૦ વાગ્યે ખાવડા બોર્ડર નજીક ૩.૧ની તિવ્રતાનો કંપન અનુભવ્યો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ ખાવડાથી ૩૩ કિ.મી. દૂર દક્ષિણ દિશા તરફ હતુ તેમ ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા જણાવાયુ છે.

(4:37 pm IST)