સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th April 2020

મે - માસમાં થનારી સિંહ ગણતરી મોકુફ

જુન-જુલાઇમાં યોજાય તેવી સંભાવના : પી.સી.સી. ઓફ વાઇલ્ડ લાઇફ ગાંધીનગરે જણાવેલ કે હાલની સ્થિતી યોગ્ય નથી

લીલીયા તા.૮:  આગામી મે ૨૦૨૦માં યોજાનાર સિંહ ગણતરી અંગે ગુજરાત રાજ્ય વાઇલ્ડ લાઇફ પી.સી.સી. ઓફ શ્યામલ રીકેદાર સાથે વાતચીતમાં જાણવા મળ્યુ હતુ કે આગામી મે ૨૦૨૦માં યોજાનાર સિંહ ગણતરી હાલની સ્થિતીને જોઇને જોતા મોકૂફ રાખેલ છે. આગળની સ્થિતી જોઇ જૂન-જૂલાઇ માસમાં સિંહ ગણતરી યોજાય તેવી સંભાવના પણ બતાવી હતી.  દર પાંચ વર્ષે યોજાતી સિંહ  ગણતરીમાં વનવિભાગના કર્મચારીઓ સ્વયંસેવકો , દ્વારા કરવામાં આવતી હોય છે. વન્ય પ્રેમીઓ દ્વારા સિંહપ્રેમીઓ માટે સિંહ ગણતરીમાં જોડાવવુ  એ ખરેખર એક રોમાંચની બાબત હોય છે.  ગત સિંહ ગણતરી વષે ૨૦૧૫માં  યોજવામાં આવેલ જેમાં ૨૦,૦૦૦ ચો. કિ.મી. ઉપરાંતના  વિસ્તારમાં ૫૨૩ ઉપરાંતના સિંહો નોંધવામાં આવ્યા હતા. ત્યારે વર્ષ ૨૦૨૦માં અંદાજીત ૨૫,૦૦૦ ચો. કિ.મી.  ઉપરાંતના વિસ્તારમાં સિંહ ગણતરી યોજવાનુ વન વિભાગનું આયોજન હતું. પરંતુ હાલના સિંહ ગણતરી યોજવાનુ વન વિભાગનું આયોજન હતું. પરંતુ હાલના સમયે દેશમાં તથા રાજ્યમાં ચાલી રહેલ કોરોનાની દહેશતને જોતા નથી. ન્યુયોર્કમાં ઝુ માં એક વાઘણને પણ કોરોના થયાની પુષ્ટી થયેલ ત્યારે આ સંજોગો જોતા વનતંત્ર દ્વારા  સિંહ ગણતરી હાલ મોકૂફ રાખવામાં આવેલ હોવાના નિર્દેશો મળ્યા છે.  વન્યપ્રેમી રાજન જોષી સાથે વાત થતા તેમણે જણાવેલ છે કે વન વિભાગ દ્વારા ભરવામાં આવેલ આ પગલુ યોગ્ય છે. કારણ કે સિંહ ગણતરીના આખરી ઓપ આપવા વન વિભાગ દ્વારા  સાસણ ખાતે સ્વયં સેવકો તથા વન વિભાગના અધિકારીઓ વચ્ચે મિટીંગો તથા સેમીનારો  થતા હોય છે. જેમાં કેટલાક પ્રશિક્ષણો પણ આપવામાં આવતા હોય છે. તે હાલના સમયે કોરોનાની પરિસ્થિતી જોતા  શકય નથી તથા લોકડાઉન ખોલવા અંગે પણ હજુ સ્પષ્ટ ન હોય તેથી આ યોગ્ય પગલુ છે

(12:47 pm IST)