સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th April 2020

જયારે કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ કેન્સરગ્રસ્ત દર્દીની દવા ભાવનગરથી મંગાવી જાતે ઘેર પહોંચાડી

ભુજ, તા.૮: લોકડાઉન દરમ્યાન ગુજરાત પોલીસનો માનવીય અભિગમ લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. પોલીસ દ્વારા રસ્તા ઉપર દર્શાવાતી કડકાઈ પણ કોરોનાથી લોકોને બચાવવા માટે જનહિત માટેની જ છે. જોકે, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અને તેમાંયે ખાસ કરીને એસપી સૌરભ તોલંબિયા દ્વારા સિનિયર સીટીઝન અને દર્દીઓને લોકડાઉન દરમ્યાન તકલીફ ન પડે તે માટે ખૂબ જ સરસ તકેદારી લેવાઈ રહી છે. હેલ્પલાઇન શરૂ કર્યા ઉપરાંત પોલીસ કર્મીઓને પણ રૂબરૂ સિનિયર સિટીઝનોની પૂછપરછ માટે મોકલવામાં આવે છે. દરમ્યાન ભુજમાં રહેતા સીનીયર સીટીઝન અને કેન્સરના દર્દી નિઝારભાઈ થાવરને દવાની જરૂરત છે અને ભાવનગરથી દવા મંગાવવી પડે એમ છે એ અંગે એસપી શ્રી તોલંબિયાના ધ્યાને હકીકત આવી હતી. એટલે તેમણે તાત્કાલિક કેન્સરની દવા ભાવનગરથી મંગાવી દવા તેમજ ફળો લઈ તેઓ જાતે રૂબરૂ જઈ સીનીયર સીટીઝન નિઝારભાઈને પહોંચાડી તેમના ખબર અંતર પૂછયા હતા. એસપી સૌરભ તોલંબિયાના આ માનવીય અભિગમથી સિનિયર સીટીઝન દંપતીની આંખોમાં આંસુ આવી ગયા હતા.(

(11:43 am IST)