મીઠાપુર ટાટાકેમ ડી એ વી પબ્લિક સ્કૂલમાં ઓનલાઇન અભ્યાસની સુવિધા
મીઠાપુર તા. ૮ : ઓખા મંડળ તાલુકાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે આવેલ ટાટાકેમ ડી એ વી પબ્લિક સ્કુલમાં ગત તા.૪/૪/ર૦ર૦ થી નવા સત્રનો પ્રારંભ થઇ ચુકયો છે. અત્યંત ટૂંકા સમયગાળામાંજ શિક્ષકો, પ્રશાસનીક વિભાગ તથા શાળાના આચાર્ય આર.કે.શર્માના સહયોગથી કોરોના લોકડાઉનના આ કાતિલ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસની સવલત મળી રહે તેમજ પૂર્વ આયોજન મુજબ જ અભ્યાસ કાર્ય થયાશકે તે ઉમદા હેતુથી ધોરણ ૧ થી ૧ર ના તમામ વિદ્યાર્થીઓને આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તમામ વિષય શીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિષય સંબધિત વીડીઓ, પાવર પોઇન્ટ પ્રસ્તુતિ, ગૃહકાર્ય માટે વર્કશીટ વગેરે યુટયુબ ચેનલ અને સ્કુલની વેબસાઇટ પર આપવામાં આવે છે. કે જેથી આવા લોકડાઉનના કપરા સમયમાં પણ બાળકો કે જે દેશનું ભવિષ્ય છે. તેઓ અભ્યાસથી વંચિત ના રહે તે ઉદ્ેશ્યથી આ સુવિધા આપવામાં આવે છે.