સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

અદાણી જૂથનો કચ્છમાં 100 મેગાવોટનો વિંગ પાવર પ્લાન્ટ શરૂ : ગૌતમ અદાણીની સંપત્તિ 50 બિલિયન ડોલરના આંકને વટાવી ગઇ

પ્લાન્ટને નક્કી કરેલા સમયથી પાંચ મહિના અગાઉ ચાલુ કરાયો : કંપનીની કુલ સંચાલન ક્ષમતા 497 મેગાવોટ સુધી પહોંચી

અમદાવાદ : અદાણી જૂંથની કંપની ગ્રીન એનર્જીએ રાજ્યના કચ્છમાં એક પ્લાન્ટ શરૂ કર્યો છે.  કંપનીના વડા ગૌતમ અદાણીની સંપત્તિ 50 બિલિયન ડોલરના આંકડાને વટાવી ગઇ છે.

   અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું કે તેના એકમ અદાણી વિંડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડ (AWEKTL)એ ગુજરાતના કચ્છમાં 100 મેગાવોટનો વિંગ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો છે. આ પ્લાન્ટને ચાલુ થતાની સાથે કંપનીની કુલ સંચાલન ક્ષમતા 497 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.

 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ એક ઇન્ટરવ્યૂમાં તેની જાણકારી આપતા જણાવ્યું કે આ પ્લાન્ટને નક્કી કરેલા સમયથી પાંચ મહિના અગાઉ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અદાણી ગ્રીન એનર્જીએ સોમવારે જણાવ્યું કે તેના એકમ અદાણી વિંડ એનર્જી કચ્છ થ્રી લિમિટેડ (AWEKTL)એ ગુજરાતના કચ્છમાં 100 મેગાવોટનો વિંગ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો છે. આ પ્લાન્ટને ચાલુ થતાની સાથે કંપનીની કુલ સંચાલન ક્ષમતા 497 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ એક ઇન્ટરવ્યૂમાં તેની જાણકારી આપતા જણાવ્યું કે આ પ્લાન્ટને નક્કી કરેલા સમયથી પાંચ મહિના અગાઉ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

છેલ્લા 12 મહિનામાં કંપનીનો આ પાંચમો પ્રોજેક્ટ છે, જેને સમય પહેલા શરૂ કરી દેવામાં આવ્યો. કંપનીએ જણાવ્યું કે પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થનારી વિજળીની ખરીદ-વેચાણની સમજૂતી 2.82 રૂપિયા પ્રતિ કેડબ્લ્યૂએચ પર કરવામાં આવી છે. એજીઈએલની કુલ ઊર્જા ક્ષમતા 14,815 મેગાવોટ થઇ ગઈ છે.

14,815 પૈકી 11,470 મેગાવોટની ક્ષમત માટે કરાર કરવામાં આવ્યો છે અથવા તેનું નિર્માણ વિભિન્ન સ્તરો પર છે. કોવિડ-19ના પડકાર છતાંય આ યોજના થકી કંપનીએ છેલ્લા 12 મહિના દરમિયાન કુલ 800 મેગાવોટ કુલ ઊર્જા ક્ષમતાને ઉમેરી છે.

બ્લૂમબર્ગ બિલનિયર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 50 બિલિયન ડોલર છે. જ્યારે ગૌતમ અદાણીના રેન્કિંગની વાત કરીએ તો તેઓ વિશ્વભરમાં 26 નંબરના ધનકુબેર છે. છેલ્લા થોડાક દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 10 બિલિયન ડોલરથી વધુનો ઉમેરો થયો છે. ગૌતમ અદાણી દેશના બીજા સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિ છે

(8:54 pm IST)