સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

વિશ્વ મહિલાદિનની અનોખી ઉજવણી

ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ પ્રમુખ ડો. પુષ્પાબેન અધ્યક્ષ સ્થાને

ઓખા : આજરોજ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી અંતર્ગત ઓખા ખાતે એક વિશેષ કાર્યક્રનું આયોજન કરવામાં આવેલું આઇડબલ્યુ ડીની ર૦ર૧ ની કેમ્પેઇન થીમ ચોઇસ ટુ ચેલેન્જ મુજબ જાતીય ભેદભાવ ને બદલે લેંગિક સમાનતા ને પ્રાધાન્ય આપવાનો પડકાર પસંદ કર્યો હતો તેના પર વધુ ધ્યાન આપી દિકરીઓને થતા અનયાય સામે લડવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. લિંગ ભેદના તફાવત ન રાખતા પોતાની દિકરીઓને શિક્ષિણ કરી છે તે દિકરીઓની માતાઓ અને દિકરીઓને સન્માનિત કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ ડોકટર પુષ્પાબેન સોમૈયાએ શપથ લેવડાવેલ કે દિકરીઓ અને મહિલાઓ પોતાના અધિકારો અંગે જાગૃત બનશે પોતાના કુટુંબને સમાજને જાગૃત કરશે અને સરકારને તે બાબત સફળ બનાવવા માટે સહયોગ આપશે.

અગાઉ વર્ષો પહેલા મહિલાઓએ સંગઠિત થઇને પોતાના અધિકારો માટે જે લડત ચલાવીને મહિલા દિવસ ઉજવવાની શરૂઆત કરેલી તેઓના આ કાર્યને આપણે સૌએ સફળ બનાવવાનું છે. કોવીડ-૧૯ ની ગાઇડલાઇન તથા કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન ત્રણ વિભાગમાં કરવામાં આવનાર છે. જેનો આજે પ્રથમ દિવસ હતો અને ત્રીજા દિવસે સમાપન સમારોહનું આયોજન કરેલ છે. કાર્યક્રમની મુખ્ય વિશેષતા આ છે. દરેક દિવસે અલગ -અલગ શિક્ષિત દિકરીઓના તેમની માતા સાથે સન્માન કરવામાં આવશે. (તસ્વીર : અહેવાલ ભરત બારાઇ-ઓખા)

(3:29 pm IST)