સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

મોરબી : આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાનો લાભ મેળવવા ૩૦ એપ્રિલ સુધી અરજી કરી શકશે

મોરબી, તા. ૮ : ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર (www.ikhedut.gujrat.gov.in) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત  સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તા. ૦૬/૦૩/૨૦૨૧ થી તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્‍યુ છે.

જેનો લાભ ખેડૂત મિત્રોએ લેવા અનુરોધ કરવામાં આવે છે. અરજી કરવા માટે પોતાના ગામમાં ઈ-ગ્રામ સેન્‍ટર કે કોઈ ખાનગી ઈન્‍ટરનેટ ઉપરથી ૮-અ ની નકલ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનીક પૂરાવાઓ ૭ દિવસમાં વિસ્‍તરણ અધિકારી(ખેતી),તાલુકા પંચાયત ખાતે જમા કરાવવા  જિલ્લા ખેતીવાડી અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.

ઔદીચ્‍ચય વિદ્યોતેજક મંડળની સામાન્‍ય સભા

ઔદીચ્‍ય વિદ્યોતેજક મંડળ મોરબીના પ્રમુખ જગદીશભાઈ ભટ્ટ અને મંત્રી હિમાંશુભાઈ વ્‍યાસની યાદી જણાવે છે કે મંડળની આગામી સામાન્‍ય સભા તા ૧૩ માર્ચ ને શનિવારે સાંજે ૫ કલાકે મંડળના કાર્યાલય ખાતે યોજાશે જે મંડળના તમામ આજીવન સભ્‍યોએ ઉપસ્‍થિત રહેવા યાદી જણાવ્‍યું છે

(1:24 pm IST)