સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

મોરબી એસ.ટી. ડેપોમાં ટીબી જાણકારી કેમ્‍પ

 મોરબી : ટીબી જનઆંદોલન કેમ્‍પેનૅના ભાગ રૂપે એસ.ટી. ડેપો  મોરબી ખાતે જીલ્લા ક્ષય કેન્‍દ્ર તેમજ સિવિલ હોસ્‍પિટલ મોરબીના સંયુક્‍ત ઉપક્રમે  એસ.ટી.ના ડ્રાઈવર કન્‍ડકટર સહિતના તમામ સ્‍ટાફને ટી.બી. જેવા ભંયકર રોગ વિષે માહિતી આપવામાં આપી જાગળત કરવામાં આવ્‍યા હતા તેમજ બધા જ સ્‍ટાફનું ટી.બી. માટે સ્‍ક્રીનીંગ કરવામાં આવ્‍યુ હતું  તથા શંકાસ્‍પદ વ્‍યક્‍તિના સ્‍પોટ સ્‍પુટમ સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા ઉપરાંત બી.પી., ડાયાબિટસ, થતા એચ. આઈ.વી.નું સ્‍ક્રીનીંગ તેમજ નિદાન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ માં ૧૯૨ જેટલા કર્મચારીઓ શામેલ થયા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય કેન્‍દ્રના -ોગ્રામ કો ઓ્‌ડીનેટર પિયુષભાઈ જોષી,  ઝરણાબેન રાઠોડ, હેલ્‍થ વીઝીટર  નિખીલ ભાઈ ગોસાઈ, કલપેશ ભાઇ પાટડિયા, સિવિલ હોસ્‍પિટલ મોરબીમાંથી મેડીકલ ઓફિસર ડો. હિતેષભાઈ ભદ્રા, કાઉન્‍સેલર હિતેષભાઈ પોપટાની, આઇસીટીસી કાઉન્‍સેલર  દીપેશ ભાઇ માકડિયા, લેબ.ટેક  જસ્‍મિતા કસુન્‍દ્રા  હાજર રહીયા હતા આ કાર્યક્રમને સાર્થક બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર ડી. આર. શામળા તથા ટી.આઈ. ડી.એન.મથર હાજર રહેલ તમામ સ્‍ટાફએ જહેમત ઉઠાવી હતી કેમ્‍પ યોજાયો તે તસ્‍વીર. (તસ્‍વીર : પ્રવીણ વ્‍યાસ, મોરબી)

(1:20 pm IST)