સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

મોરબીના રફાળેશ્વર નજીક ડમ્‍પરે બાઇકને હડફેટે લેતા પાનેલીના ઉપસરપંચનું મોત

મોરબી, તા. ૮ :  વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક પાનેલીના ઢાળીયા પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક પાનેલી ગામના ઉપસરપંચ રમેશભાઈ શિવભાઈ આંત્રેશા (ઉ.૫૦) પોતાનું મોટર સાયકલ જીજે ૦૩ ડીબી ૨૬૩૨ લઈ મોરબીથી પોતાના ગામ જઈ રહ્યા હતા દરમિયાન પુર ઝડપે આવતા ડમ્‍પર નંબર  જીજે-૩૬-ટી-૫૬૭૨ના ચાલકે પાછળથી રમેશભાઈના બાઈકને હડફેટે લેતા હડફેટે ટ્રક મળતક રમેશભાઈ ઉપર ફરી વળતા ઘટનાસ્‍થળે જ મળત્‍યુ નીપજ્‍યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ તથા તે દોડી આવીને મળતકના મળતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્‍યો હતો અને પોલીસે ધોરણસરની કાર્યવાહી  હાથ ધરી હતી તો મળતક રમેશભાઈના ભાઈ જયંતીભાઈએ મોરબી તાલુકા પોલીસમાં ડમ્‍પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ખાનપર ગામે કુવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

તાલુકાના ખાનપર ગામે રહેતો કેશુભાઇ કનુભાઇ બારીયા (ઉ.વ.૩૦) નામનો યુવાન ખાનપર ગામની સીમમાં કુંવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેનું કરુણ મોત નીપજ્‍યું હતું. યુવાનનો મળતદેહ પી.એમ અર્થે મોરબીની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

શનાળા ગામે ગળેફાંસો ખાઇ ગયેલ આધેડનું મોત

શકત શનાળા ગામે રહેતા મુકેશભાઈ કાનજીભાઈ કુંડારીયા નામના ૪૫ વર્ષીય આધેડ એ તેના ઘરની બાજુમાં આવેલી વાડીએ જઈને રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી તેને સારવાર માટે ક્રિષ્‍ના હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.વધુ સારવાર માટે  રાજકોટ ખસેડાયો હતો જયાં તેમનું મોત નીપજ્‍યું હતું. એ.એસ.આઇ એન.એલ.લાવડીયાએ તપાસ હાથ ધરી છે.

(1:18 pm IST)