મોરબીના પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યારી પત્નિ સહિત બે આરોપી એક દિ'ના રીમાન્ડમાં
મોરબી, તા. ૮ : મોરબીના કાંતિનગર વિસ્તારમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનામાં પોલીસે તપાસ ચલાવી હતી જે હત્યા પ્રકરણમાં પોલીસે પત્નીના પ્રેમી અને અન્ય એક ઈસમને દબોચી લીધા બાદ હત્યારી પત્ની અને અન્ય એક આરોપીને દબોચી લીધા છે જેને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ આપવામાં અવાય છે
મોરબીના કાંતિનગર વિસ્તારમાં એક વ્યક્તિને જમીનમાં ખાડો કરી દાટી દીધો હોવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઇ હતી અને ખાડો કરીને દાટી દીધેલ મળતક યુવાન કબીર ટેકરી વિસ્તારમાં રહેતો શૈલેષ અગેચણીયા હોવાનું ખુલ્યું હતું અને મળતક યુવાનની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી અગેચણીયા અને તેના પ્રેમી જુમા સાજણ માજોઠીએ મોતને ઘાટ ઉતારી ખાડો કરીને દાટી દીધાનું ખુલ્યું હતું પત્ની યાસ્મીન ઉર્ફે આરતીએ જુમાં માજોઠી સાથે ઘર માંડી રહેતી હોય જે પતિને ગમતું ના હોય જેથી પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો જે બનાવ અંગે મળતકની બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચલાવી હતી .
પી.આઈ આઈ એમ કોઢિયાની ટીમે હત્યાની તપાસ ચલાવી હતી જેમાં હત્યામાં બેથી વધુ શખ્શોની સંડોવણી હોવાની થીયરી સાથે પોલીસે તપાસ ચલાવી હતી જેમાં આરોપી જુમા માજોઠી અને શાહરૂખ મેહબૂબ મેમણને પોલીસે ઝડપી પાડ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવતા જયારે હત્યારી પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેશ અગેચણીયા અને શોયેબ ઈબ્રાહીમ માજોઠી રહે બંને કાંતિનગર વાળાને ઝડપી લઈને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ હત્યારી પત્ની આરતી અને શોયેબના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.