જામનગરનાં જાયવા-ધ્રોલ વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : ૪ ગંભીર
તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા (જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ : ધ્રોલ નજીક રાજકોટ હાઈવે પર આવેલા જાયવા અને ધ્રોલ ની વચ્ચે મોડી સાંજે ભયંકર અકસ્માત થયો ૪ વ્યક્તિઓ ને ગંભીર ઇજા થઇ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર ધ્રોલ નજીક જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ થી ૩ કિલોમીટર દૂર ગત મોડી સાંજે ૧૦ વાગ્યાની આસપાસ ટ્રક અને ફોરવિલ સ્વીફટ કાર નુ અકસ્માત થયો સ્વીફટ કાર ટ્રકની પાછળ થી અકસ્માત અરેરાટી સ્વીફટ ચાલક ધ્રોલ તરફ જતા હતા.
કારમા ૬ વ્યક્તિઓ હતા જેમા ૪ વ્યક્તિઓને ઈજા થયેલ હતી અને ૧ વ્યક્તિની ગંભીર હાલત હતી જેઓ ને ધ્રોલ સરકારી હોસ્પિટલ મા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.