સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

જેતપુરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૪ અડધા લાખ સાથે ઝડપાયાઃ ૩ નાસી છુટયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.,૮: જુગાર ધામ સીટીપીઆઇ જે.બી.કરમુર, સ્ટાફના નિલેશભાઇ મકવાણા, ભાવેશભાઇ  ચાવડા, અજીતભાઇ ગંભીર, લખુભા રાઠોડ, હિતેષભાઇ વરુ, પાર્થભાઇ સોજીત્રાને સાથે રાખી પેટ્રોલીંગમાં નિકળેલ. દરમ્યાન બાતમી મળેલ કે મતવા શેરી વિસ્તારમાં ઇબ્રાહીમ સીદીકભાઇ લાખાણી તેના મળતીયા સાથે  મળી પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોય જે આધારે પોલીસે મતવા શેરીમાં જુગાર અંગેની રેઇડ કરતા રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમાતો હોય પોલીસે કિશોર ઉર્ફે ટોની, મનસુખભાઇ બારૈયા (રહે અભીસેક સ્કુલ પાસે) મુસ્તાક ઉર્ફે ડીકો ઈસ્માઇલભાઇ શેખ (રહે. મતવા શેરી)બોખલા દરવાજા તથા મકાન માલીક ઇબ્રાહીમ સીદીકના લાખાણીને રોકડ રૂ. ૧ર,૧૦૦ તથા બાઇક નં. જીજે ૩ એનકેએન ૪૯૯૬ તથા સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે ૩ કેજે ૮૯૩પ મળી કુલ રૂ. પર,૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ જયારે રેઇડ દરમ્યાન પોલીસને જોઇ આમદ ઉર્ફે ભોગો મામદભાઇ લાખાણી ઇશાક હાસમભાઇ લાખાણી (રહે. બન્ને મતવા શેરી) તેમજ ધમો વાણંદ ત્રણેય નાસી છુટયા હોય તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

(1:09 pm IST)