સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

ભેસાણ તાલુકા પંચાયત કોંગ્રેસની જ બનશે

 જુનાગઢ : ભેંસાણ તાલુકા પંચાયતના રાણપુર બેઠક ઉપર ચૂંટાયેલા દિલુભાઇ દેવાયતભાઇ વાંક તથા ગળથ બેઠક ઉપર ચૂંટાયેલા રવજીભાઇ ઠુંમરે કોંગ્રેસ પક્ષનો સાથ છોડયો નથી. એમ ભેસાણ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કુલ નવે નવ સભ્ય અકબંધ છે. કયારેય કોંગ્રેસનો સાથ છોડવાના નથી. ભેસાણ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષની જ બનશે. તેવો વિશ્વાસ અપાવતા જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા તથા ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઇ મોવલીયા વિગેરે ભેસાણના અઢારેય  વરણના આગેવાનો અને કાર્યકરોનો નિર્ધાર છે. તેવું જુનાગઢ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વી. ટી. સીડાની યાદીમાં જણાવાયું છે.

(1:06 pm IST)