સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

જુનાગઢ દોલતપરા પાસે આર.કે.આંગડીયા પાસે મો.સા.ચોરીનો આરોપી ઝડપાયો

જુનાગઢઃ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીએ ઘરફોડ ચોરી તથા  વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને તાત્કાલીક શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય. દોલતપરા જકાતનાકા પાસે આવેલ આર.કે.આંગડીયા પાસેથી જયેશભાઇ ભીમજીભાઇ ખાણીયા (ઉ.વ.૪ર) (રહે. જુનાગઢ દોલતપરા) નેમીનાથનગર વાળાની ટીવીએસ કંપની જયુપીટ રજી.નં. જીજે ૧૧ બીએસ ૩ર૧૧ કિ.રૂ. ૩૦,૦૦૦ની કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે એ ડીવી પો.સ્ટે.માં ગુ.ર.નં. ૧૧ર૦૩૦ર૩ર૧૦ર૩૦ આઇપીસી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો તા.૬-૩-ર૦ર૧ના રોજ દાખલ કરવામાં આવેલ હોય. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડીવી પો.સ્ટે.ના વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા મો.સા. ચોરી તથા મોબાઇલ ચોરીમાં અગાઉ પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી કડક હાથે કામ લેવા સુચના આપેલ હોય અને એ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.જી.ચૌધરીએ સદરહું ગુન્હો ડીટેકટ કરવા સુચના કરેલ હોય જે આધારે એએસઆઇ એમ.ડી.માડમ તથા પો.કોન્સ. વનરાજસિંહ, અનકભાઇ, સુભાશભાઇ, પ્રવીણભાઇ, દીનેશભાઇ, સ઼જયભાઇ વિગેરે પો.સ્ટા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પો.સબ ઇન્સ. પીએચ.મશરૂની મદદથી સીસીટીવી ફુટેજ આધારે ઉપરોકત ગુન્હામાં ગયેલ ટીવીએસ કંપની જયુપીટ રજી નં. જીજે ૧૧ બીએસ ૩ર૧૧ કિ. રૂ. ૩૦,૦૦૦ની સાથે આરોપી પ્રકાશ ઉર્ફે કાણીયો મધુભાઇ કવા લુહાર (ઉ.વ.ર૮) રહે. ગામ બાકુલા ધણેજ તા.તાલાળા વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેે.

(1:05 pm IST)