સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

પારકાને પોતીકા બનાવે તેનુ નામ સ્ત્રી

જામજોધપુરનાં સતાપરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને મયુર રાઠોડનું પ્રવચન

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૮:  જામજોધપુર તાલુકાના સતાપર ગામ એ લુહાર સમાજની દીકરી મયુરી ધનજીભાઈ રાઠોડએ નાની ઉંમરમાં સમાજને અને ખાસ કરીને દીકરીઓને તેમજ વ્યસનીઓ માટે જાગૃતિ કેળવી અનેક લોકોને જિંદગી સુધારવામાં પ્રયત્નરૂપ બની છે પારકાને પણ પોતીકા બનાવે એનું નામ દીકરી જે વિશે મયુરી રાઠોડ એ દીકરી માટે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ જયાં નારીઓ પૂજાય છે,જયાં નારીઓ સત્કારાય છે ત્યાં સાક્ષાત દેવતાઓ નો વાસ હોય છે..' જે કર જૂલાવે પારણુ તે જગત પર શાસન કરે.'

 

જે નારી ચાર દિવાલોમા રહી ચૂલો સળગાવી પોતાના બાળકનુ ભરણપોષણ કરી શકે છે તેજ નારી શિક્ષક બની બાળક ને ભણાવી પણ શકે છે ને વૈજ્ઞાનિક બની સંશોધન પણ કરી શકે છે ને અવકાશયાન સુધી પહોંચી પણ શકે છે.

જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે. માનવજાત પર તેનુ રૂણ દ્યણુ મોટુ છે.ભારતમાં આવા દ્યણા અમર નારીપાત્રો છે.

આ એજ નારી છે કે જેણે પોતાના ઘરે જમવા માટે આંગળીનો એક નખ પણ બગાડ્યો ન હોય તેજ દિકરી જયારે તેના સાસરે કોઈ દુઃખ આવી પડે ને તો તેની કશી જાણ તેના મા-બાપને થવા દેતી નથી.કેટલુ ત્યાગ...કેટલુ બલિદાન આપે છે આ નારી...

માટે જ કહે છે ને કે આ જગદંબા સ્ત્રીને પગની પાનીએ પણ શકિત રહેલી છે. તે ડગલુ ભરતા પહેલા વિચારે કે મારે આ રસ્તે જવુ જોઈએ કે નહી...?

અરે..!દિકરો એક કુળને તારે છે તો દિકરી આવા બે કુળને તારે છે.૧)તેના માવતરનુ દ્યર અને ૨)તેના સાસુ સસરાનુ ઘર. કે જયાં તેને પોતાનુ આખુ જીવન પસાર કરવાનુ છે.

આ પાત્રો ભજવવામાં દુનિયાની કોઈ પણ સ્ત્રી કયારેય પીછેહઠ કરતી નથી. તેનુ હૃદય જ કોમળ હોય છે. તે કોઈનુ પણ દુઃખ કે પીડા જોઈ શકતી નથી. તે નાનપણથી લાડકોડથી ઉછરીને મોટી થઈ હોય છે. અને ત્યાં સાસરે બધા પારકા હોય છે.

'પારકા ને પણ પોતિકા બનાવે તેનુ નામ દિકરી.'પણ 'નારી નરકની ખાણ' એવુ કહેનારા પણ આ સમાજના લોકો જ છે ને..? પરંતુ હકીકતમાં તેઓ સ્ત્રીના પાત્રને સમજી જ શકતા નથી. તેઓ કયારેય સ્ત્રીની જગ્યાએ પોતાની જાતને રાખી નિરીક્ષણ નથી કરતા..અને જો તેને તેવુ કહેવામાં આવે ને તો તેઓ આખુ જીવન તો શુ... એક મહિનો પણ સ્ત્રીનુ પાત્ર બની ભજવીના શકે..આ દેશની જગદંબા નારી એ રણચંડી બની જઈ આ નબળા સમાજના દૂષણો,ભ્રષ્ટાચારને નાબૂદ કરી દેશે. તે આ બધી જ અંધશ્રદ્ઘાનો સમુળગો નાશ કરી દેશે. જો તે આટલુ બધુ કરી શકતી હોય તો આ સમાજના લોકોનુ તેનુ કશુ બગાડવાની શુ ત્રેવડ..??અરે..!તેના કોપથી તો આખી ધરતી ધ્રુજી ઉઠે છે. તે ધારે તો કોઈને પણ નરમાંથી નારી બનાવી શકે છે.

પણ ખેર..આજે નારીનુ માન ખોવાઈ રહ્યુ છે ને તો આ અસર પશ્યિમી દેશોની છે. તેને લીધે જ અને ત્યાંના વાતાવરણમાં રંગાઈને જ નારીએ પોતાનો પહેરવેશ,બોલવા-ચાલવાની ઢબ ને સંસ્કાર ખોયા છે.ભારત દેશની સંસ્કૃતિ સ્ત્રીના ચારિત્ર્ય પરથી વર્તાય આવે છે. માટે,બધી જ નારીને એક શકિત માની તેની મહત્વતાને માન અપાય અને નારી સમગ્ર ક્ષેત્રે વધુ પડતી આગળ આવે તેવી અભિલાષા...

(12:07 pm IST)