સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

મોરબી જીલ્લાના ૨૬ વ્યકિતઓ ચીનથી હેમખેમ પરત ફર્યા

મોરબી : તા.૮,  જીલ્લામાં ચીનથી પરત આવેલા ૨૬ વ્યકિતઓ કોરોનાગ્રસ્ત નહિ હોવાથી રાહત થઇ છે.

  ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી સાબિત થયો છે અને દુનિયાના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તકેદારીરૂપે નાગરિકોને પરત બોલાવી રહ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ૨૬ વ્યકિતઓ પરત આવ્યા હોય જેને મોનીટરીંગ હેઠળ રાખ્યા બાદ ૧૩ નાગરિકોને રજા આપી દેવાઈ છે

 કોરોના વાયરસના હાહાકાર બાદ ભારતના નાગરિકોને પરત લાવવામાં આવી રહ્યા છે અને મોરબીથી વેપાર અર્થે અનેક લોકો ચીન ગયા હોય જેને પરત લાવવામાં આવ્યા છે અને મોરબી જીલ્લામાં ચીનના ૯ નાગરિકો સહિત કુલ ૨૬ લોકો ચીનથી આવ્યા હોય જે તમામને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા જે અંગે જીલ્લા આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરા જણાવે છે કે ચીની નાગરિકો સહીત ૨૬ લોકો પરત આવ્યા હોય જેને મોનીટરીંગ હેઠળ રાખવામાં આવ્યા છે જોકે સદનસીબે એકપણ વ્યકિત કોરોનાગ્રસ્ત માલૂમ પડ્યો નથી અને ૨૬ પૈકી ૧૩ વ્યકિતને રજા આપી દીધી છે જયારે અન્ય લોકો હાલ મોનીટરીંગ હેઠળ છે જોકે ગભરાવવાની કોઈ જરૂરત નથી પરિસ્થિતિ કાબુમાં છે અને મોરબી જીલ્લામાં હાલ કોરોનાથી કોઈ ખતરો નથી અને કોઈ અસરગ્રસ્ત પણ હજુ સુધી ધ્યાને આવ્યો નથી.

(12:55 pm IST)