સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

કાલે જુનાગઢ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પૂનમ નિમિતે મહાપૂજા-ધ્વજારોહણ

દેશ-વિદેશથી ભાવિકો ઉમટશેઃ કોઠારી પૂ.પ્રેમ સ્વરૂપદાસજીના માર્ગદર્શનમાં તડામાર તૈયારી

જૂનાગઢ તા. ૮ : જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે રવિવારના રોજ પુનમ નિમીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

મંદિરના મહંત કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે પુનમ નિમિતે સવારે પ.૩૦ કલાકે મંગળા આરતી  તેમજ ૬.૩૦ કલાકે મહાપૂજાનો પ્રારંભ થશે. તેમજ શણગાર આરતી અને ૭.૧પ કલાકે સત્સંગમાં મહેતા સ્વામી સદબોધ આપશે તેમજ ૯ કલાકે મંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ કરવામાં આવશે અને ૧૧ વાગ્યે રાજભોગ આરતી અને દેવોના દર્શન બપોરે ૩.૩૦ થી ૮.૧પ કલાક સુધી ખુલ્લા રહેશે આ અવસરે સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપરાંત દેશ-વિદેશથી હરિભકતો પુનમ ભરવા મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે દર્શન થી લઇ ભોજન પ્રસાદ માટે કોઇ ને અગવડતા ન પડે તે માટે રાધા રમણ દેવ ટેમ્પલ બોર્ડનાં ચેરમેન રતિલાલભાઇ ભાલોડીયા જાદવભાઇ ચાવડા, નંદલાલભાઇ બામટા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને કોઠારી પ્રેમ સ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ ભકિત દર્શન સ્વામી સહિતના સંતો - હરિભકતો કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

(12:54 pm IST)