સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

જુનાગઢઃ શ્રીમતી શ્રોફ એવોર્ડ સોમવારે અર્પણ કરાશે

જુનાગઢ, તા.૮: સુભદ્રાબેન શ્રોફ શ્રેષ્ઠશિક્ષક પારિતોષિક આગામી તારીખ ૧૦/૨/૨૦૨૦ને સોમવારના રોજ રાજકોટની કડવીબાઇ સ્કૂલમાં શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ દ્વારા એનાયત કરવામાં આવતો આ એવોર્ડ ૨૫ વર્ષથી આપવામાં આવે છે.

આ એવોર્ડ આપવામાં પૂર્વે નિર્ણાયક તરીકે જાણીતા નામાંકિત શિક્ષણ વિદદ્દ મનુભાઈ પંચોળી (દર્શક), ડોકટર ભદ્રાયુ વછરાજાની જેવા મહાનુભાવો નિર્ણાયક રહી ચૂકયા છે,ચાલુ વર્ષે રાજકોટ જિલ્લાના ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી શ્રી વલ્લભભાઈ ભેંસદડીયા નિર્ણાયક પદે રહેલા છે, આ વર્ષનો આ શ્રીમતી શ્રોફ એવોર્ર્ડં બરવાળા માધ્યમિક શાળા, તાલુકો ભેસાણ. ના શિક્ષક શ્રી બલદેવ પરી ઝવેર પરી ગોસ્વામી ને કે ટેકનોલોજીથી શિક્ષણ કાર્ય www.baldevpari.com વેબસાઈટ દ્વારા મફત શિક્ષણ, ઉત્તમ શિક્ષણ, પરિણામ લક્ષી શિક્ષણ, આનંદદાયી શિક્ષણ ગમતા માધ્યમથી શિક્ષણ આવા કન્સેપ્ટથી કામ કરતા જેમને આગામી વર્ષમાં શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક રાષ્ટ્રપતિ દ્વારા,શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક ICT ( ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી) વર્ક માટે રાષ્ટ્રપતિ દ્વારા, શ્રેષ્ઠ રાજય શિક્ષક ગુજરાત મુખ્યમંત્રી દ્વારા તેમજ શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક .....,ગુરુ ગૌરવ એવોર્ડ સાંદિપની ભાઈશ્રી પૂજય રમેશભાઈ ઓઝા દ્વારા, સાંદિપની ગુરુ એવોર્ડ પૂજય રમેશભાઈ દ્વારા,open page એવોર્ડ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા, માનનીય રાજયપાલ મહારાષ્ટ્ર દ્વારા શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ તેમજ દ્યણા બધા ઉત્ત્।મ સન્માનથી સન્માનિત એવા પુરસ્કારોથી જેમને ગુજરાતે નવાજયા છે એવા શિક્ષક ને વલ્લભભાઈ ભેંસ દડીયા દ્વારા સ્કૂલ સ્ટાફ અને ગ્રામ પંચાયત ની વિઝીટ મુલાકાત લઇ આ શિક્ષકના કામ ને જોઈ ર્ંઆ વર્ષનો શ્રીમતી શ્રોફ એવોર્ડ શ્રીમાન બલદેવ પર્રીંઙ્ગ ગોસ્વામી માધ્યમિક સ્કૂલ બરવાળા ને આપવા જઈ રહ્યા છે. જે એવોર્ડમાં રોકડ પુરસ્કાર સાલ શાલ ઓઢાડી, મોમેન્ટો અને સર્ટિફિકેટ થી પ્રોત્સાહિત કરવામાં આવે છે, આ સન્માન માટેબલદેવ પરી ને મિત્રો, કુટુંબ પરિવાર, શિક્ષક મિત્રો તથા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવતા અભિનંદન પાઠવે છે, તારીખ ૧૦ ના બીજા દિવસે તારીખ ૧૧/ ૨/ ૨૦૨૦ ના બલદેવ પરી ના સુખી દાંપત્ય લગ્ન જીવનના ૨૫ વર્ષ થતા હોય તેમનો પરિવાર તથા મિત્રો આ સિલ્વર જયુબેલી ને મીઠું મોઢું કરીને મિત્રો સાથે આનંદની પળો માણવા ઉત્સુક છે. સમગ્ર આયોજન જનાર્દન પરી તથા હરસિધ્ધિ બલદેવપરી કરી રહ્યા છે. જે જણાવતા બલદેવપરી હર્ષની લાગણી સાથે આભાર વ્યકત કરે છે.

(12:50 pm IST)