સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ધોરાજીમાં તણાવ મુકત પરીક્ષા માર્ગદર્શન

ધોરાજીઃ ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ તનાવ મુકત રીતે યોજાય એવા હેતુથી ડો. પિયુષ બોરખતરીયા એમ.ડી. સ્કીન દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓની કેવી રીત તૈયારી કરવી ?  અને જીવનમાં કેવી રીતે આગળ વધતુ એ વિષે  માર્ગદર્શન આપેલ હતુ. ડો. પિયુષ બોરખતરીયાનું ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલ પરીવાર દ્વારા શાલ ઓેઢાડી સન્માનીતઙ્ગ કરેલ સંસ્થાના ટ્રસ્ટી વિનોદભાઇ હિરપરા, મનોજભાઇ પોસીયા, મીતેશભાઇ બુટાણી, રવિભાઇ પોકીયા, રોહીતભાઇ લકકડ તેમજ શાળાના પ્રિન્સીપાલ ભાવેશભાઇ હિરપરા સહિતના હાજર રહેલ હતા. ડો. બોરખતરીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ તે તસ્વીર

(11:48 am IST)