સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ઉનામાં પત્નીને કોર્ટ કેસ પાછા ખેંચી લેવા નહીં તો ફેસબુક ઉપર તમામ ફોટા અપલોડ કરવા પતિની ધમકી

ઉના, તા. ૮ :. પતિએ ફેસબુકમાં ખોટુ એકાઉન્ટ બનાવી પત્નીને કોર્ટના કેસ પાછા ખેંચવા તથા છુટાછેડા આપી દે નહીં તો પત્નિના તમામ ફોટા અપલોડ કરવા ફોન ઉપર પત્નીને ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ થઈ છે.

ઉના તાલુકાના ખાણ ગામે રહેતી કોમલબેન હર્ષદભાઈ બાંભણીયાએ ઉના પોલીસમાં આવી તેના પતિ હર્ષદભાઈ છગનભાઈ બાંભણીયા રહે. હાલ ઉનાવાળા સામે એવા પ્રકારની ફરીયાદ નોંધાવી છે કે તેમના પતિએ ફેસબુકમા ફેક આઈડીથી એકાઉન્ટ બનાવેલ હતુ. આ બાબતે કોમલે તેના પતિ હર્ષદને ફોન કરી પુછતા કહેલ કે તે મારી સામે જે કોર્ટમાં કેસ કરેલ છે. તે પાછા ખેંચી લે. મને છુટાછેડા આપી દે નહીંતર મારી પાસે તારા જે ફોટા છે, તે ફેસબુક એકાઉન્ટમાં મુકી વાયરલ કરી બદનામ કરી દઈશ તેથી કોમલબેનની ફરીયાદ ઉપરથી ઉના પોલીસે તેના પતિ હર્ષદ છગનભાઈ બાંભણીયા સામે કલમ ૫૦૬(૧) મુજબ ગુનો દાખલ કરી આ બનાવની તપાસ પોલીસ ઈન્સ્પેકટર વિજયભાઈ એમ. ચૌધરી કરી રહ્યા છે.

(11:47 am IST)