સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

પોરબંદરમાં જુગાર રમતા બે શખ્સો ૧૦ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના, તા. ૮ :. પોલીસે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા બે શખ્સોને રૂ. ૧૦ હજાર સીતેર રોકડા સાથે પકડી પાડયા હતા.

જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઉના પોલીસ ઈન્સ્પેકટર વિજયભાઈ એમ. ચૌધરીની સૂચનાથી પોલીસ જમાદાર સરમણભાઈ કરશનભાઈ તથા સ્ટાફે ઉના શહેરમાં ભાવનગર રોડ ઉપર હર ભોલે હોટલ પાસે છાપો મારતા ફારૂક ઈકબાલ (૨) સલીમ ઓસમાણ રે. ઉનાવાળાને તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી પાડી ગંજીપત્તા તથા રોકડ રૂપિયા ૧૦ હજાર ૭૦ સાથે પકડી પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:47 am IST)