સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

સુરેન્દ્રનગરમાં ૧II લાખનો દારૂ પકડાયો

વઢવાણ તા.૮ : પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલસીબીને સુચના આપેલ હોય જે અન્વયે એલસીબી ટીમ પ્રોહી - જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી કેશો શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન આપી એલસીબી ટીમ સાથે સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે હિતેષ ઉર્ફે બોટી, કનુભાઇ રામજીભાઇ દુલેરા રહે. રાજ હોટલ પાછળઆંબેડકરનગર-૧ રેલવેને પાટા પાસે સુરેન્દ્રનગર વાળો પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી હેરાફેરી કરવાની તૈયારી કરે છે. અને મજકુરની પ્રવૃતિ હાલે ચાલુ હોય છાપો મારતા આરોપી હિતેષ ઉર્ફે બોટી મકાનના પાછલા દરવાજાની જમણી બાજુ બાથરૂમ પાસેની ચોકડીમાં દારૂનો જથ્થો (૧) પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની સીલ બંધ બોટલ નંગ-૪પ૩ કિ. રૂ.૧,૩પ,૯૦૦ તથા (ર) મેકડોવેલ્સ નં.૧ સેલીબ્રેશન રમ ૭પ૦  મીલીની કાચની શીલ બંધ બોટલ નંગ૩૪ કિ.૧૩,૬૦૦ મળી કુલ રૂ.૧,૪૯,પ૦૦નો મુદામલા  રાખી રેઇડ દરમીયાન હાજર મળી નહી આવી. તેમજ સદર વિદેશી દારૂનો જથ્થો લાવનાર સફેદ ફોર વ્હીલ કાર વાળા અજાણ્યા બે ઇસમો કાર સાથે હાજર મળી નહી આવી. તેમજ અરોપી શનિ રાણાભાઇ પરમાર રહે. આંબેડકરનગર-૧ રાજ હોટલ પાસે તથા દિપક વાણીયા અનુ. જાતી રહે. ગણપતિ ફાટસર વઢવાણ વાળા રેઇડ દરમિયાન નાશી જઇ તથા આરોપી ભાવેશ ઉર્ફે ભાવીન નરોતમભાઇ સોલંકી અનુ. જાતી ઉ.વ.ર૦ ધંધો મજુરી રાજ હોટલ પાસે આંબેડકરનગર-૧ વાળો રેઇડ દરમિયાન પકડાઇ જતા સદર મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ  વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો. સ્ટે.માં કાર્યવાહી હાથ ધવરામાં આવેલ છે.

પો.સબ. ઇન્સ. વી.આર. જાડેજા, પો. હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરૂધ્ધસિંહ અભેસંગભા તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા અશ્વિનભાઇ ઠારણભાઇએ દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેશ શોધી કાઢેલ છે.

(11:45 am IST)