જેતપુરના માંડલીકપુરમાં સાયકલ અથડાવા પ્રશ્ને જીતેન્દ્ર અને જયદીપ પર હુમલો
જગા પટેલ તેનો પુત્ર વિકાસ સહિત ત્રણ શખ્સોએ તલવાર, ધોકા, પાઇપથી હુમલો કર્યો
રાજકોટ તા. ૮ : જેતપુરના માંડલીકપુર સહકારી દુધ મંડળીનીી દુકાન પાસે સાયકલ અથડાવવા પ્રશ્ને બે ખાંટ ભાઇઓ પર પટેલ પિતા-પુત્રોએ તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગત માંડલીકપુર રહેતા જીતેન્દ્ર મેરામભાઇ ગોહેલ (ઉ.વ.ર૧) અને તેનો ભાઇ જયદીપ ગોહેલ (ઉ.વ.ર૧) બંને ગઇકાલે ગામમાં સહકારી દુધ મંડળીમાં દુધ લેવા માટે ગયા હતા અને બંને ભાઇઓ ડેરીપાસે ઉભા હતા ત્યારે વિકાસ પટેલના છોકરાએ જીતેન્દ્ર સાથે સાયકલ ભટકાડતા તેને ઠપકો આપતા જગા ખીમાભાઇ પટેલ તેનો પુત્ર વિકાસ જગા પટેલ તથા તેનો દિકરો સહિત ત્રણ શખ્સોએ જીતેન્દ્ર અને જયદીપ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારી બંને ભાઇઓને માથા તથા શરીરે ઇજા થતા બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે