સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

તળાજાની ટીમાંણા ગામે બહેનના ઘેર જમવા ગયેલ ભાઇ પડી જતા મોત

ભાવનગર તા. ૮: તળાજાના ટીમાંણા ગામે ગત રાત્રે એક આધેડ પડી જવાથી ગંભીર ઈજાઓ થવાના કારણે મોતને ભેટેલ છે.

જેમાં હેઙકો. રાજભા ગોહેલના જણાવ્યા પ્રમાણે ટીમાંણા  ગામે  રહેતા  રમેશભાઇ શિબાભાઇ બારીયા ઉ.વ.૫૦ બહેનના ઘેર જમવા ગયેલ. જ્યાં જમીને પરત ફરતા  હતા ત્યારે રાતના દસેક વાગ્યા ઓટલા  પરથી નીચે પડી જતા અહી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે મૃત જાહેર કરેલ. પોલીસે એડી. દાખલ કરી કાર્યવાહી કરી છે.

(11:44 am IST)