સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

પાલીતાણામાં પોલીસ કર્મચારી ઉપર ૪ શખ્સોનો હુમલો

તળાજા પોલીસ સ્ટેશનમાંથી ફરજ પૂર્ણ કરીને અનિલ જગદીશભાઇ પરમાર ઘરે જઇ રહ્યા હતા ત્યારે હુમલો કરીને નાશી છૂટયા

ભાવનગર તા. ૮ : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં તળાવ વિસ્તારમાં રહેતા અને તળાજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. અનિલભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ.૩૬) ગઇ કાલે રાત્રે નોકરી પુરી કરી તેના બાઇક નં. જીજે૦૪ડીડી-૯૯૮૩ ઉપર પાલીતાણામાં આવેલા ચાર શખ્સોએ બાઇકને ટક્કર મારી પછાડી હુમલો કરી ગંભીર ઇજા કરી નાસી છૂટયા હતા. લોહિયાળ હાલતે ઇજાગ્રસ્ત અનિલભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે.

આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પાલીતાણાના મહમદ ઉર્ફે ટીકટો, ઇબ્રાહીમ ઉર્ફે ઇબલો, ઇમરાન બીલખીયા અને એક અજાણ્યા શખ્સ સહિત ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જુની અદાવતને કારણે પોલીસ કર્મી ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની તપાસ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જાડેજા ચલાવી રહ્યા છે.

(11:43 am IST)