સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ભાવનગરમાંથી એક ઇસમને ચોરાઉ બાઇક ત્રણ મોબાઇલ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો

 ભાવનગર તા. ૮ : ભાવનગર એલ.સી.બી. સ્ટાફ નાં માણસો પો.ઇન્સ. એલ.સી.બી. ભાવનગરનાંઓની સુચના મુજબ ભાવનગર શહેર વિસ્તાલરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હા ઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં  સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ભાવનગર,રબ્બર ફેકટરી સર્કલ પાસે આવતાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, રબ્બર ફેકટરીથી ઘોઘા સર્કલ જવાના રસ્તા ઉપર આવેલ કબ્રસ્તાનના ગેટ પાસે એક ઇસમ કાળા કલરનું સુપર સ્પ્લેન્ડર મો.સા. લઇને ચોરીના મોબાઇલ વેચવાની ફીરાકમા છે.તેમ હકિકત મળતા તુર્તજ સાથેના સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર આવતા ઉપરોકત વર્ણનવાળો ઇસમ મો.સા. સાથે ઉભેલ હોય જેથી તેને જેમનો તેમ પકડી નામ સરનામું પુછતા જયેશભાઇ જેન્તીલાલ તન્ના/લુહાણા (ઉ.વ.-૩૩) રહે.પ્લોટ નં.-૧૪ હરીરામબાગ તીર્થ રેસીડન્સી ભાવનગર વાળો હોવાનું જણાવેલ જેથી તેની પાસે રહેલ મો.સા. હિરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર જેના રજી. નં.જી.જે.૧૩એલ.૧૦૭૧નું જેના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/-ગણી તેમજ તેની અંગ જડતી કરતા શર્ટના તથા પેન્ટના ખીસ્સા માથી ત્રણ મોબાઇલ ફોન મળી .(૧) એક પર્પલ કલરનો ઓપો કંપનીનો ટચ સ્કિન મોડલ નંબર સી.પી.સી.૧૮૦૩ જેની કિ.રૂ.૧૧૦૦૦/-ગણી (૨) એક સીલ્વર કલરનો સેમસંગ કંપનીનો ટચ સ્કિન મોડલ નંબર ગેલેકસી જે-૭ નેકસટ કિ.રૂ.૫૦૦૦/- (૩) એક કાળા કલરનો લાવા કંપનીનો કિ-પેડ વાળો જેના મોડલ નંબર જોતા મેટલ-૨૪ કિ.રૂ.૫૦૦ગણી મો.સા.તથા ત્રણેય મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૪૧,૫૦૦/-નો મુદામાલ શક પડતી મીલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. ધોરણસર અટક કરેલ છેઙ્ગ ઙ્ગ

ઙ્ગમજકુર ઇસમને ઉપરોકત મો.સા. તથા મળી આવેલ ત્રણેયઙ્ગ મોબાઇલ ફોન બાબતે પુછ પરછ કરતા તેની પાસે રહેલ મો.સા.ના કાગળો કે આર.સી.બુક નથી તેમજ ઓપો કંપનીનો પર્પલ કલરનો ટચ ક્રિન મોબાઇલ ફોન એકાદ વર્ષ પહેલા ક્રેસન્ટ સર્કલ દાસ પેંડા વાળાની દુકાનની બાજુમા એક મોટર સાયકલ ચાલકને ઉભો રાખી પોલીસ તરીકે ની ખોટી ઓળખ આપી તેની પાસેથી આ મોબાઇલ ફોન લઇ લીધેલ છે. તેમજ સેમસંગ કંપનીનો સીલ્વર કલરનો ટચ ક્રિન મોબાઇલ ફોનઙ્ગ આજથી છ મહિના પહેલા સર ટી હોસ્પીટલના દરવાજા પાસેથી મળેલાનુ જણાવેલ તેમજ કાળા કલરનો લાવા કંપનીનો કિ-પેડ વાળો મોબાઇલ ફોન અજાણ્યા માણસ પાસેથી વેચાતો લીધેલાનુ જણાવેલ છે. ઙ્ગ

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. વિઠ્ઠાલભાઇ બારૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. ઇમ્તીયાજભાઇ પઠાણ વિગેરે સ્ટાફના માણસો જોડાયેલા.

(11:41 am IST)