સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

વાંકાનેરમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરી ધમકી આપનાર બંને આરોપીની ધરપકડ

ફેકટરીમાં મજુરી કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું : બીજાએ મદદગારી કરીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી

વાંકાનેરના માટેલ રોડ પરની ફેકટરીમાં મજુરી કામ કરતી યુવતીની મરજી વિરુદ્ધ એક શખ્શે દુષ્કર્મ આચર્યું હોય અને અન્ય શખ્શે તેની મદદગારી કરી અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ બાદ બાદ ડીવાયએસપી ટીમ દ્વારા બંને શખ્શોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો વાંકાનેરના માટેલ રોડ પરની ફેકટરીમાં મજુરી કરતી પરિણીતાએ પોલીસ ફરિયાદમાં હતી જેમાં તે આરોપી જયેશ બાવરવા (રહે મોરબી ફ્લોરા સોસાયટી )ના કોન્ટ્રાકટમાં મજુરી કામ કરતી હોય જેને અવારનવાર અશ્લીલ ઈશારા કરી તેમજ આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ લઈને બળજબરીથી ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી દીપક દશરથ અણેવાડિયા (રહે મોરબી-૨ ખારી વિસ્તાર )એ બધું જનતા હોવાની કહી કોઈને વાત કરશે તો બંને ભેગા મળીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી ફરિયાદીના બનાવટી અશ્લીલ ફોટો મેળવી વોટ્સએપ દ્વારા વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી

જે મામલે ડીવાયએસપી મુનાફખાન પઠાણ અને રાઈટર યુવરાજસિંહ ઝાલાની ટીમ તપાસ ચલાવતી હોય અને આરોપી આરોપી જયેશ બાવરવા અને દીપક અણેવાડીયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 am IST)