સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

મોરબીમાં હોમગાર્ડસને ત્રણ માસથી પગાર નહિ ચુકવાતા જિલ્લા કમાન્ડન્ટને આવેદનપત્ર આપ્યું

રાત્રી ઉજાગરા કરીને કરેલ ફરજ બાદ પણ પેમેન્ટથી વંચિત

મોરબીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને ત્રણ માસના પગારો મળ્યા ના હોય જેથી આજે હોમગાર્ડ દ્વારા જીલ્લા કમાન્ડન્ટને આવેદન પાઠવીને પગાર ચુકવવા માંગ કરી છે

મોરબી હોમગાર્ડ યુનિટ્સમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ આજે મોરબી જીલ્લા કમાન્ડન્ટને લેખિત આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી યુનિટમાં ૩૫ જવાનો ફરજ બજાવે છે જે મોરબી વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ કરે છે જોકે હોમગાર્ડ જવાનોને નવેમ્બર ૨૦૧૯ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ત્રણ મહિનાની ફરજ બજાવેલ હોવા છતાં પેમેન્ટ ચૂકવાયું નથી

જેના ફરજ ભથ્થાના બીલ યુનિટ કચેરી તરફથી મોકલવામાં આવેલ છે છતાં પેમેન્ટ મળેલ નથી હોમગાર્ડ જવાનો દિવસે પ્રાઈવેટ નોકરી અને મજુરી કરીને ગુજરાન ચલાવતા હોય તેમજ રાત્રીના સમયે હોમગાર્ડની નાઈટ ડ્યુટી બજાવે છે અને રાત્રી ઉજાગરા કરીને કરેલ ફરજ બાદ પણ પેમેન્ટ ચુકવ્યું નથી જેથી તાકીદે બીલ પાસ કરી પેમેન્ટ કરાવવા માંગ કરી છે

(1:02 am IST)