સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ભાવનગરના મહુવાની બજારમાં રિવોલ્વર સાથે ફરતો જતીન ગુજરીયા ઝડપાયો : છ જીવતા કારતુસ કબ્જે

ગેરકાયદે રિવોલ્વર -કાર્ટીઝ કોની પાસેથી લાવ્યો ? શા માટે રાખી તેનું કારણ શોધવા પૂછપરછ

ભાવનગર: જિલ્લામાં હથિયાર લઈને ફરવું જાણે સામાન્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના મહુવાની બજારમાં જતીન ગુજરીયા નામનો શખ્સ રિવોલ્વર સાથે ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી જતીન ગુજરીયાને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. પુછપરછ કરતા તેની પાસેથી ગેરકાયદે રિવોલ્વર સાથે ૬ જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે જતીન ગુજરીયાની અટકાયત કરી રિવોલ્વર અને કારટીઝ કોની પાસેથી લાવ્યો હતો અને રિવોલ્વર સાથે રાખવાનું કારણ શોધવા જતીન ગુજરીયા ની સઘન પૂછપરછ હાથ ધરી છે.

(12:28 am IST)