સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં કુપોષણ મામલે ચિંતાજનક રીતે ટોચના સ્થાને

આરોગ્ય વિભાગ ખુદ કુપોષિત છે ત્યારે બાળકો કુપોષિત હોય તે કોઈ નવી વાત નથી.: વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ : ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં કુપોષણ મામલે ટોચના સ્થાને રહ્યો છે  જિલ્લામાં ૨૬૯૫ અતિકુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ પંચાયતનું આરોગ્ય વિભાગ પણ કુપોષિત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આરોગ્ય વિભાગ ખુદ ઈન્ચાર્જ કર્મચારીઓ દ્વારા ચાલી રહ્યું છે

  . ભાવનગર જિલ્લામાં કુલ બાળકોની સંખ્યા ૧,૩૨,૪૮૮ નોંધાઈ છે. જેમાંથી 2685 અતિકુપોષિત અને 8450 કુપોષિત હોવાનું સામે આવ્યું છે. એટલે કે કુલ ૧૧,૧૩૫ બાળકો કુપોષણના ભોગ બનેલા છે. જો કે આ અંગે તંત્ર અજાણ હોવાનું કહી રહ્યાં છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે આરોગ્ય વિભાગ ખુદ કુપોષિત છે ત્યારે બાળકો કુપોષિત હોય તે કોઈ નવી વાત નથી.

    જિલ્લામાં આરોગ્ય વિભાગનું ગાડું કોન્ટ્રાક અને ઈન્ચાર્જ કર્મચારીઓ દ્વારા ચાલે છે. મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. સિનિયર કલાર્કની 2 જગ્યા ભરવાની છે જેમાંથી એક ખાલી છે ત્યારે જુનિયર કલાર્કની 4 જગ્યાઓ પર ભરતી બાકી છે. જ્યારે અન્ય કર્મચારીઓમાં કુલ ૬૪૫ પૈકી ૪૯૭ જગ્યા ભરવામાં આવી છે. જ્યારે આઉટસોર્સથી 118 જગ્યાઓ ભરવામાં આવી છે.

  આ સિવાય જિલ્લામાં અન્ય ૨૯૯ જગ્યાઓ છે જેમાં ૨૬૧ ભરેલી છે તો ૩૮ જેવી જગ્યાઓ ખાલી છે. આ સિવાય પણ આંગણવાડી,આશા વર્કર અને આઈસીડીએસ વિભાગમાં મુખ્ય સેવિકામાં ૬૭ જગ્યા પૈકી ૫૪ ભરેલી છે અને ૧૩ ખાલી છે. અને પ્રોગ્રામ ઓફિસરમાં પણ 8માંથી એક જગ્યા ખાલી છે.

(9:49 pm IST)