સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th February 2018

વવાણીયામાં પત્નીની હત્યાના કેસમાં પતિ અને તેની પ્રેમિકાને આજીવન કેદ ફટકારતી મોરબી કોર્ટ

પત્ની ભાવુબેનની હત્યાનો પ્લાન બનાવી સળગાવી નાખવાના આરોપસર પતિ નાથાભાઈ અને તેની પ્રેમિકા સુનિતા જેલ હવાલે

મોરબી: માળિયા મિયાણાના વવાણીયા ગામમાં પત્નીની હત્યાના ગુન્હામાં પતિ અને તેની પ્રેમિકાને આજીવન કેદની મોરબી કોર્ટે સજા ફટકારી છે વવાણીયામાં વર્ષ ૨૦૧૫ માં પત્નીની તેના પતિ તથા પતિની પ્રેમિકા દ્વારા હત્યા કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્નેને આજીવન કેદ અને રૂપિયા ૧૨ હજારનો દંડ ફટકાર્યો છે.

  અંગેની વિગત મુજબ માળિયા તાલુકના વવાણીયા ગામે રેહતા નાથાભાઈ ભલાભાઈ સોમાણીને અન્ય સ્ત્રી સુનીતા ભૂપત કીડિયા સાથે અનૈતીક સબંધ હોય  આરોપી નાથાભાઈ પોતની પત્ની ભાવુબેનને શારરિક માનસિક ત્રાસ આપતોહતો બંનેના પ્રેમમાં ભાવુબેન આડખલીરૂપ બનવા લાગતા નાથાભાઈ અને તેની પ્રેમિકાએ એક થવા માટે ભાવુબેનની હત્યાનો પ્લાન બનાવ્યો.હતો  જેમાં તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ તેને સળગાવી નાખી હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થતા તેને પ્રાથમિક સારવાર મોરબી આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવી હતી ભાવુબેન તેના પતિ નાથાભાઈ અને તેની પ્રેમિકા સુનીતા વિરુદ્ધ તેની હત્યાનો પ્રયાસની કલમ ૩૦૭ હેઠળ ગુનો માળિયા પોલીસ મથકે નોધ્યો હતો.
   
થોડા દિવસની સારવાર બાદ ભાવુબેનનું મોત થતા તે ગુનો હત્યામાં પલટાયો હતો. જેમાં પોલીસે બંને આરોપી વિરુદ્ધ ૩૦૨ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ફરીયાદી વતી સરકારી વકિલની દલીલો અને ૨૩ સાક્ષી તથા ૨૮ જેટલા ડોક્યુમેન્ટ આજે મોરબી ડીસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશએ માન્ય રાખી બન્ને આરોપીઓને આજીવન કેદ અને રૂપિયા ૧૨ હજારનો દંડ ફટકાર્યો હતો.

(11:54 pm IST)