ભાવનગરમાં કોરોનાના 73 પોઝીટીવ કેસો નોંધાયા: એક પણ ડિસ્ચાર્જ નહીં: એક્ટિવ કેસની સંખ્યા 285એ પહોંચી
ભાવનગર:ભાવનગરમાં કોરોનાએ જેટ ગતિ પકડી છે.આજે શનિવારે કોરોનાના 73 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 61 અને ગ્રામ્ય માં 12 મળી આજે 73 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ભાવનગરમાં કોરોનાએ ગતિ પકડી છે .આજે શનિવારે ભાવનગર શહેરમાં 62 અને ગ્રામ્યમાં 12 કેસ મળી કુલ 73 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 34 પુરુષ અને 27 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે ભાવનગરગ્રામ્ય માં 4 મહિલાનો અને 8 પુરુષ કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. આજે ભાવનગર શહેર કે ગ્રામ્ય માંથી એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી 285 થવા પામી છે. કોરોના ના કેસો રોજેરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા અને પૂર્વ કુલપતિ ડો. ગીરીશભાઈ વાઘાણી કોરોના પોઝિટિવ આવ્યા છે