સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં ચેરમેન તરીકે હરકિશનભાઇ માવાણી વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઇ સાપરીયાની બિનહરીફ વરણી

ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહિતનાની ઉપસ્‍થિતિ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૮ : ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ પાર્ટીના નિયમ પ્રમાણે નિમણૂક બિન હરીફ પ્રદેશ પાર્લામેન્‍ટરી બોર્ડ સાથે ચર્ચા કર્યા બાદ જાહેર કરતા તેઓએ જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડના ડિરેકટરોની ચૂંટણી થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાકી હતી જે આજે પાર્લામેન્‍ટરી બોર્ડને નક્કી કર્યા મુજબ ધોરાજીના યુવા અગ્રણી હરકિસનભાઇ માવાણી ને ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ સાપરીયાની નિમણૂક કરવામાં આવે છે.
આ સમયે જિલ્લા રજીસ્‍ટ્રારની હાજરીમાં ચૂંટણી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અન્‍ય કોઈ ફોર્મ રજૂ ન થતા તેઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા.
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, કિશોરભાઈ રાઠોડ, વી ડી પટેલ, કાંતિભાઈ જાગાણી, જે ડી બાલધા, લલીતભાઈ વોરા, દિલીપભાઈ હોતવાણી, વિપુલભાઈ ઠેસીયા, ઉપલેટાના એડવોકેટ નરસીભાઇ મુગલપુરા તેમજ હરિલાલ ઠુંમર હરભોલેᅠસહિતનાᅠ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. ચૂંટણી કાર્યવાહી યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી અને તેની ટીમે કરી હતી.

 

(1:47 pm IST)