સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

જેતપુર -ખીરસરા રોડ વાડીએ જુગારધામ ઝડપાયું : છ જુગારીઓ 2,40 લાખના મુદામાલ સાથે પકડાયા

લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલની ટીમનો સપાટો

 

 જેતપુર સીટી ખીરસરા રોડ પાસે વાડીએ ચાલતું જુગારધામ ઝડપાયું છે જેમાં જુગાર રમતા શખ્શોને 2,40 લાખના મુદામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલની ટીમે ઝડપી લીધા છે

  રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક બલરામ મીણાની સૂચનાથી પો.ઈન્સ એમ.એન.રાણા હેડ,કોન્સ,મહિપાલસિંહ જાડેજા ,શકિતસિંહ જાડેજા,પો,કોન્સ,કૈાશીકભાઈ જોષી,નારણભાઈ પંપાણીયાને મળેલ બાતમીના આધારે જેતપુર સીટી ખીરસરા રોડ પાસે પંકજભાઈ હરખાણીની વાડીએ બહાર ના માણસો ભેગા કરી જુગારનો અખાડા ચાલુ હોય ત્યા રેઈડ કરતા પંકજભાઈ પોપટભાઈ હરખાણી પટેલ, જમનભાઈ દેવશીભાઈ ઠુંમર પટેલ, શીવાભાઈ ખોડાભાઈ ઠુંમર પટેલ વજુભાઈ રામજીભાઈ ઠુંમર પટેલ, જીગ્નેશભાઈ જેન્તીભાઈ ઠુંમર પટેલ, પ્રવીણભાઈ દામજીભાઈ ઠુંમર પટેલ (રહે.બઘા જેતપુર) ને જુગાર રમતા કુલ રોકડ રૂ.૨૦,૫૫૦  ગજીપતાના પાના નંગ-૫૨ , મોબાઈલ નંગ- કિ.રૂ.૨૪,૫૦૦ તથા મો.સા નંગ- કિ.રૂ.,૯૫,૦૦૦ સહિત કુલ મુદામાલ રૂ.,૪૦,૦૫૦/ સાથે પકડી પાડી જેતપુર સીટી પો.સ્ટે. સોપી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે .

(11:58 pm IST)