સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ખંભા‌ળીયા નગરપાલિકાની કાલે સામાન્ય સભા મળે તે પૂર્વે ૨ એજન્ડાનો વિરોધપક્ષ દ્વારા વિરોધ

ખંભાળીયાઃ ખંભાળિયા નગરપાલિકાની સામાન્યસભા આગામી ગુરુવાર ના રોજ મળવાની છે જેમાં દર્શાવવામાં આવેલ 42 જેટલા એજન્ડા પેકી 2 એજન્ડાનો વિરોધપક્ષ દ્વારા સામાન્યસભા પૂર્વે જ વિરોધ કરવામાં આવ્યો છે. જેની જાણ અગાઉથી ચીફ ઓફિસર ને કરવામાં આવી છે. જાણવા મળતી વિગત પ્રમાણે પાલિકા દ્વારા તા.09/01/2020 સામાન્ય સભા યોજવામાં આવી છે. જેમાં એજન્ડા નં.12 ના સામાન્ય મુદા નં.3 કેન્દ્ર સરકાર દ્વારા દ્વારા નાગરિક સંશોધન અધિનિયમ-2019 ના કાયદાને સમર્થન આપવા જણાવવામાં આવ્યું છે. આ મુદ્દા નો પૂર્વે વિપક્ષીય નેતા ઈમ્તિયાઝ ખાન લોદિન દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ મુદ્દે સભા આગાઉજ ચીફ ઓફિસર ને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે દેશના બંધારણમાં શપસ્ટપણે ઉલ્લેખ ઉલેખ કરેલ છે કે દેશના કોઈ કાયદા કાનૂન સાંપ્રદાયિક ધોરણે ન બનાવી શકાય તેથી ઈમ્તિયાઝ ખાન પઠાણ એ જણાવેલ કે અમો આ મુદ્દા ને સમર્થન આપતા નથી. જ્યારે એજન્ડા નં.12 ના મુદા નં.9 માં પાલિકા વિસ્તારમાં બનાવેલ ભૂગર્ભ સંભાળવા બાબતે પણ વિરોધ દર્શાવવા માં આવ્યો છે.અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગટર નું કામકાજ ભ્રષ્ટાચાર થી તરબોળ હોય આ ગટર યોજના ક્યારેય પણ કાર્યરત થવાની ન હોય આવી નબળી કામગિરી સ્વીકારી શકાય નહીં.અગાઉની સામાન્ય સભામાં ખુદ શતાવરી જૂથ ના  મોટાભાગ ના સદસ્યો ગેરહાજર રહી પરોક્ષપણે આંતરિક જૂથવાદનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભાવિ સામાન્ય સભામાં  સત્તાધારી જૂથ ને વિરોધ પક્ષના વીરોધ નો સામનો કરવો પડશે કે ખુદ સતાધારી જૂથના સભ્યોનો તે એક સસ્પેન્સ છે.

(5:28 pm IST)