સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

આચાર્ય દેવવ્રતજી સાથે ગોષ્ઠિ કરતા મનીષ સંઘાણી

અમરેલી, તા. ૮ : જમીનની ફળદ્રુપતા સાથે અધિક ઉત્પાદન મળવામાં અસરકારક પદ્ધતિ એટલે જૈવિક ખેતી આ ખેત પદ્ધતિને લોકો અનુસરે તે માટે સહકારી ધોરણે તેનો પ્રચાર અને પ્રસાર કરવા અને તેના દ્વારા કિસાનોની આવક બમણી કરવાના પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સ્વપ્નને સાર્થક કરવા ઉપયોગી બાબતો અંગે યુવા અગ્રણી મનીષ સંઘાણીએ ગુજરાતના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી માર્ગદર્શન મેળવ્યું હતું.

જમીનની ગુણવતા સારી રહે, સારૂ અને અધિક ઉત્પાદન મળે તે માટે પ્રાચીન ખેતી પદ્ધતિ પ્રચલીત હતી તેને ફરી જૈવિક તરીકે અપનાવવા સમગ્ર રાજયમાં ચાલી રહેલ આ પ્રકારના પ્રયાસને વેગ આપવા સહકારી ધોરણે આ પ્રકારની ખેતીનો પ્રચાર-પ્રસાર કરવા અંગેની મહત્વપૂર્ણ ચર્ચામાં રાજયપાલશ્રી સાથેની મુલાકાત વેળા મનીષ સંઘાણી સાથે રાજકોટ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહેલ તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.

(1:13 pm IST)