સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

મોરબીના યુવા અધ્યાપકે પીએચડી કેમેસ્ટ્રી તથા ડોકટર ઓફલેટરની માનદ પદવી મેળવી

મોરબી,તા.૮: ૨૧ મી સદી રીસર્ચ અને ઇનોવેશનની સદી છે અને આ સદીમાં જ્ઞાનનું મહત્વ રહેલું છે ત્યારે મોરબીના શિક્ષણવિદ તથા શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત એમ પી પટેલ ણુજ્ઞ્ એડ એન્ડ સાયન્સ કોલેજ જોધપર (નદી) ના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. અશ્વિન પ્રભુભાઈ બરાસરાએ studies on b,b’- Dichlorodiethyl Amine Derivatives ઙ્ગશીર્ષકથી કેમેસ્ટ્રી વિષયમાં સંશોધન કરી તથા આ સંશોધન કાર્યને માન્ય રાખી રાજકોટની આર કે યુનીવર્સીટી દ્વારા તેમને પીએચડીની પદવી એનાયત કરેલ છે.

પીએચડીની પદવી મેળવતાની સાથે જ તેઓની શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને સંશોધનાત્મક કાર્યને બિરદાવતા યુનીવર્સીટી ઓફ એશિયા, કાઠમંડુ નેપાળ દ્વારા ડોકટર ઓફ લેટર્સ ની બીજી વિશેષ માનદ ડોકટરેટની આંતરરાષ્ટ્રીય પદવી એનાયત કરીને સન્માનિત કર્યા છે જે પદવીઓ મેળવીને યુવા અધ્યાપકે મોરબી જીલ્લા, જન્મભૂમી ખરેડા ગામ અને હાલનું દ્યૂટું ગામ તેમજ શૈક્ષણિક સંકુલનું ગૌરવ વધાર્યું છે.

 જે સન્માન મળવા બદલ ડો. અશ્વિન બરાસરા તમામ શ્રેય માતા મધુબેન, પિતા પ્રભુભાઈ, પત્ની ડો. પ્રીતિબેન, બહેન રેખાબેન બીપીનભાઈ દલસાણીયા અને શીતલબેન સુધીરભાઈ સરડવાને આપે છે આ કાર્યને પરિણામ સુધી પહોંચાડવા બદલ ઓરપેટ અજંતા ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડીયા, કોલેજના ટ્રસ્ટી રજનીભાઈ પટેલ, માર્ગદર્શક લલીતભાઈ રૈયાણી, જે એ પટેલ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. પી કે પટેલ, ડી એમ કાવર, એમ એમ સાયન્સ કોલેજના પ્રોફેસર ડો ડી આર ભાડજા, વિરાણી સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. ડી એમ પુરોહિત અને સંશોધન કાર્યના માર્ગદર્શક પ્રોફેસર ડો. હાર્દિક ભટ્ટ સહિતના લોકોના સહયોગ બદલ આભાર વ્યકત કર્યો છે.

(1:11 pm IST)